--------------------------------------------------

જસદણના માવદાની ઘટનામાં કોર્ટનો ચુકાદો 13 વર્ષની સગીરાની છેડતીના કેસમાં આરોપીને 5 વર્ષની કેદ

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

જસદણ તાલુકાના મદાવ ગામની સીમમાં જાન્યુઆરી-2024માં પશુ ચરાવીને પરત ફરી રહેલી 13 વર્ષની સગીરાને આંતરી તેની છેડતી કરવાના ગુનામાં પોક્સો કોર્ટના જજ ટી. એસ. બ્રહ્મભટ્ટએ આરોપી રમેશ રણછોડભાઈ જાડાને તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં ધર્મગ્રંથોના શ્લોકો ટાંકીને સમાજમાં દંડનું મહત્વ સમજાવ્યું હતું.

આ કેસની વિગત એવી છે કે સગીરા જ્યારે વાડીએ પરત ફરી રહી હતી ત્યારે સૂમસામ રસ્તે આરોપીએ તેને પકડી પાડી શારીરિક અડપલાં કર્યા હતા. ડરી ગયેલી બાળકી રડવા લાગતા આરોપીએ તેને કોઈને જાણ ન કરવા સુરાપુરા દાદાના સમ આપી છોડી મૂકી હતી. જોકે, હિંમત દાખવી સગીરાએ ઘરે જઈ માતાને જાણ કરતા ભાડલા

સરકારી વકીલ આબિદ સોસન દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો, 10 દસ્તાવેજી પુરાવા અને 4 સાક્ષીઓની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સગીરાની જન્મતારીખના પુરાવા અને મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદને કેસ મજબૂત બનાવ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે 13 વર્ષની બાળકી પર આવી ઘટનાની વિપરીત અસર પડે છે, જે રોકવા પોક્સો કાયદા હેઠળ કડક સજા જરૂરી છે.

ન્યાયાધીશ ટી. એસ. બ્રહ્મભટ્ટએ ચુકાદામાં મનુસ્મૃતિ અને મહાભારતના શ્લોકો ટાંકી નોંધ્યું હતું કે, ‘દંડ જ પ્રજાને શાસિત કરે છે અને રક્ષણ પણ કરે છે. દંડ દ્વારા જ સમાજમાં ધર્મ અને વ્યવસ્થા ટકી રહે છે.' કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ઉપરાંત 10 હજારનો દંડ અને પીડિત બાળકીને વળતર સ્કીમમાંથી 50 હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે. ।

Post a Comment

Previous Post Next Post

ads

ads