વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે ટ્રેક્ટર વિતરણ, ચકાસણી તેમજ સરકારી સહાય અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિસ્તારના પ્રગતિશીલ અને પરિશ્રમી ખેડૂતો સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતી ક્ષેત્રે મળતી વિવિધ સરકારી યોજનાઓ, સબસિડી તેમજ આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી તેમને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર તથા અન્ય કૃષિ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જણાવાયું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખેડૂતોની આવકમાં વધારો થાય અને આધુનિક સાધનોના ઉપયોગથી ખેતી વધુ સરળ તથા લાભદાયી બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.
Tags:
vichiya