જસદણના ગંગા ભવન વિસ્તારમાં મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ કિરણ રણજીત સર્કટ નામની મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતાં મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Tags:
Jasdan