--------------------------------------------------

લીલાપુર ખાતે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જસદણ તાલુકાના લીલાપુર ગામે આવેલ PSC સેન્ટર ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો તથા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમમાં કમળાપુર જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ વલ્લભભાઈ રાજપરા, ફોરેસ્ટર આંબલિયાભાઈ, વિપુલભાઈ કાકડિયા, હકાભાઈ રબારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા માટે સૌને અપીલ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાતા કાર્યક્રમ સફળ રહ્યો હતો.
“આજનો એક છોડ, આવતીકાલનું સુરક્ષિત ભવિષ્ય”ના સંદેશ સાથે સૌએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અને હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Post a Comment

Previous Post Next Post

ads

ads