જસદણ તાલુકાના આટકોટ બસ સ્ટેન્ડ નજીક આજે એસ.ટી. બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ બંને બસો વચ્ચે અથડામણ થતાં વાહનોને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈપણ મુસાફર કે વાહનચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને કોઈ જાનહાની પણ નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માત બાદ વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
આ બનાવમાં કોઈ જાનહાની ન થતાં મુસાફરો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Tags:
jasdan