--------------------------------------------------

જસદણના નવા બસ સ્ટેન્ડ નજીક થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ


જસદણના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રાંતિ એન્જિનિયરિંગ કારખાનામાં થયેલી ચોરીના બનાવનો જસદણ પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે જસદણના બંસી અમરશી કરસનગડિયા અને મેરુ જયંતી કરસનગડિયાની ધરપકડ કરી ચોરી કરેલો મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા કબજે લીધી છે.

ગત રાત્રે અજાણ્યા શખ્સોએ કારખાનામાં ઘુસી આરતી મશીનમાં લાગતા પિત્તળના સાધનો તેમજ અંદાજે 200 કિલો કોપરની વસ્તુઓની ચોરી કરી હતી. સમગ્ર ચોરીની ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

બનાવ અંગે કારખાનાના માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે પોલીસે ગણતરીના સમયમાં બંને આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.

હેડલાઇન:
જસદણમાં એન્જિનિયરિંગ કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

Post a Comment

Previous Post Next Post

ads

ads