--------------------------------------------------

ફરજ પરના પોલીસ જવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, પોલીસ બેડામાં શોકની લાગણી

જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક આજે બાઈક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ વિઠ્ઠલભાઈ બેરાણીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવાનભાઈ બેરાણી પોતાની ફરજ દરમિયાન બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બરવાળા ગામ નજીક તેમની બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ફરજ પર રહેલા પોલીસ કર્મીના અચાનક અકસ્માતમાં અવસાન થતાં સમગ્ર પંથકમાં તેમજ પોલીસ બેડામાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભગવાનભાઈ બેરાણીના નિધનથી તેમના પરિવારજનો, મિત્રો અને સહકર્મચારીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads