વિશ્વ પર્યાવરણ દિવસે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો સંદેશ : “એક વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને દરેક નાગરિકે પર્યાવરણ બચાવવા માટે પોતાનો યોગદાન આપવું જોઈએ.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકાના અમરાપુર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેવાયો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા પરંતુ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધતા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે વૃક્ષારોપણ એક અસરકારક ઉપાય છે. તેમણે યુવાનો સહિત તમામ નાગરિકોને એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાની અપીલ કરી હતી.
Tags:
jasdan