રિપોર્ટ કિશન પ્રજાપતિ જસદણ
જસદણ શહેર અને આસપાસના વિસ્તારોમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સિદ્ધરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ, પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા, અસામાજિક તત્વો પર નજર રાખવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ વિશેષ ઓપરેશન યોજાયું હતું.