--------------------------------------------------

ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ઇસમને 4 માસ માટે હદપાર

રીપોર્ટ કિશન પ્રજાપતિ જસદણ 


જસદણ તાલુકાના પાંચવડા ગામના રહેવાસી રાયધનભાઈ બાબુભાઈ મણદુરીયાને વારંવાર પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ આચરવાના કારણે 4 માસ માટે હદપાર કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને જસદણ વિભાગના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ આટકોટ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આટકોટ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ દ્વારા તૈયાર કરાયેલી હદપારી દરખાસ્તના આધારે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જસદણ દ્વારા રાયધનભાઈ મણદુરીયાને રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાઓમાંથી 4 માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
હદપારી હુકમનો અમલ આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ વર્ષ 2023થી 2025 દરમિયાન પ્રોહિબિશન, જુગાર તથા અન્ય કાયદાકીય કલમો હેઠળ કુલ 13 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Post a Comment

Previous Post Next Post

ads

ads