રાજકોટ ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી : 7 જુગારીઓ ઝડપાયા, ₹1.27 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગવડ ગામની હડીયા સીમ વિસ્તારમાં સફળ દરોડો પાડી 7 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમી રહ્યા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જંગવડ ગામની હડીયા સીમ વિસ્તારમાં ભરતભાઈ ધનજીભાઈ રંગાણીની વાડી નજીક કેનાલ કાંઠે પીપળાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા 7 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1 લાખ 7 હજાર 170, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 20 હજાર 500 તથા ગંજીપત્તાના પાના સહિત કુલ રૂપિયા 1 લાખ 27 હજાર 670નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં અશોકભાઈ બટુકભાઈ બાવળીયા, વિમલભાઈ ખીમજીભાઈ રોજાસરા, રણછોડભાઈ ભીખાભાઈ વાઘાણી, રાજુભાઈ લઘુભાઈ રોજાસરા, શિવુભા કાળુભા રાયજાદા, ભરતભાઈ ધનજીભાઈ રંગાણી અને સંજયભાઈ વિરજીભાઈ પરમારની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બે શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
હાલ પોલીસે આરોપીઓ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી