જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ નજીક રાજકોટ ગ્રામ્ય SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ટ્રકમાં રેડ કરતા પોલીસે અંદાજે ૧૦૮ કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજાનો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન રાજકોટ ગ્રામ્ય SOGએ રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, કાદરસા ઉર્ફે કાદર બાપુ શેખ અને નરેશભાઈ હરી ઈશ્વરભાઈ લીંબડીયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં મહમદદરીફિક લોદી, અબ્દુલલફ સામ અને અલેખા બીસ બહેરા નામના શખ્સોએ ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે.
રાજકોટ ગ્રામ્ય SOGએ અંદાજે ₹84.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Tags:
Jasdan