જસદણ ડેપો પર મુસાફરોનો વિરોધ: રાજકોટ માટે બસ સેવા ખોરવાઈ

જસદણના એસ.ટી. ડેપો ખાતે મુસાફરોનો વિરોધ નોંધાયો છે. મુસાફરોના આક્ષેપ મુજબ, સાંજે પાંચ વાગ્યા પછી રાજકોટ જવા માટે એક પણ બસ ઉપલબ્ધ નથી.મુસાફરોને રાજકોટ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, સાંજે પાંચ વાગ્યા પછી બસ ન મળતાં મુસાફરોને સાત વાગ્યા સુધી લાંબી રાહ જોવી પડે છે. એટલે કે, રાજકોટ જવા માટે મુસાફરોને અંદાજે બે કલાક સુધી રાહ જોવી પડે છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી જસદણથી રાજકોટ જતી સાંજે પાંચ વાગ્યાની બસ સેવા બંધ છે, જેના કારણે રોજિંદા મુસાફરો, નોકરીયાત લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.મુસાફરોએ તંત્ર સામે માંગ ઉઠાવી છે કે જસદણ-રાજકોટ રૂટ પર સાંજે પાંચ વાગ્યાની બસ સેવા ફરી શરૂ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે.
હાલ મુસાફરોના આ વિરોધને ધ્યાનમાં લઈને તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.

રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ 

Post a Comment

Previous Post Next Post

ads

ads