જસદણના કોઠી ગામની સીમમાં એલ.સી.બી.ના દરોડા: વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના અને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે જસદણ તાલુકાના કોઠી ગામની સીમમાં સફળ રેઇડ કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ પાતુભાઈ સુરૂ તથા સ્ટાફના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે કોઠી ગામના જયદિપભાઈ ભુપતભાઈ ખાચરની વાડીએ દરોડો પાડવામાં આવ્યો હતો. વાડીમાં આવેલી ઓરડીની તપાસ કરતા ત્યાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ રૂ. ૨૨,૩૧૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. VINTAGE JAMUN VODKA (૧૮૦ મિલી) ની ૧૧૬ બોટલ.White Lace Vodka orange Flavour (૧૮૦ મિલી) ની ૪૮ બોટલ.RJ લખેલ ૪૪ બોટલ.


KINGFISHER બીયર ટીન ૧૬ નંગ.રેઇડ દરમિયાન આરોપી જયદિપભાઈ ભુપતભાઈ ખાચર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), (ઇ), ૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના પો.કોન્સ. અમિતભાઈ સુરૂ, પો.હેડ કોન્સ. ધર્મેશભાઇ બાવળીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.


રિપોર્ટ, વિશાલ ભુવા જસદણ

Post a Comment

Previous Post Next Post