રિપોર્ટ - કિશન પ્રજાપતિ જસદણ
જસદણ શહેરમાં પડી રહેલા આકરા તાપમાન વચ્ચે માનવતાની મહેક ફેલાવતું એક સુંદર સેવાકીય કાર્ય જોવા મળ્યું.
દિલ સે ફાઉન્ડેશન દ્વારા જસદણના મેન બજારમાં આવેલ રામજી મંદિર પાસે રાહદારીઓ, શ્રમિકો અને વાહન ચાલકો માટે નિશુલ્ક મસાલા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા ભારે ગરમીમાં લોકોને પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું.“સેવા એ જ સાધના” ના સંદેશ સાથે દિલ સે ફાઉન્ડેશન દ્વારા સમાજમાં પ્રેમ, સહકાર અને ઠંડક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ આયોજન દરમિયાન આશરે 250 લીટર જેટલી મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.દિલ સે ફાઉન્ડેશનના આ માનવતાભર્યા કાર્યને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે.