--------------------------------------------------

હદપારી અને પાસામાંથી પરત આવેલા કુખ્યાત બુટલેગર સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસની મોટી કાર્યવાહીઇંગ્લીશ દારૂ, દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લીપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા તથા I/C પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારની સૂચના મુજબ સર્વેલન્સ ટીમે કુખ્યાત બુટલેગર અશ્વિનભાઈ વિનુભાઈ વેગડાના ઠેકાણે રેડ કરી હતી.પોલીસે ભાદરના સામાકાંઠે નવા ધાબીના પુલ નીચે તેમજ તબેલા અને ઓરડીમાં દરોડા પાડી ઇંગ્લીશ દારૂ, દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો. સાથે જ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં કેટલાક ઇસમોને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે કુલ રૂ. ૮૯,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ૧૭ નંગ OLD SPEECH PRIME WHISKY, દારૂના વેચાણના રોકડા રૂપિયા, એક મોટરસાયકલ, ત્રણ મોબાઇલ ફોન, ૨૫ લીટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો આથો તેમજ CCTV DVRનો સમાવેશ થાય છે.આ કાર્યવાહી દરમિયાન વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર, ચંદ્રેશભાઈ નારણભાઈ પરમાર, રવિભાઈ ગોવિંદભાઈ સિંગલ અને પ્રકાશભાઈ દિનેશભાઈ પારઘીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી અશ્વિનભાઈ વિનુભાઈ વેગડા હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.જેતપુર ઉદ્યોગનગર પોલીસે અલગ-અલગ પાંચ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads