સુરતના ઉમરવાડા સ્થિત રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી, ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને પુણા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.ગત ૧૩ મેના રોજ બનેલી આ ઘટના અંગે મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) (ખુન) તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પુણા પી.આઈ. વી.એમ.દેસાઈ, પી.આઈ. આર.એચ.મોરી અને પ્રો.પી.એસ.આઈ. પી.એલ.કળથીયાની સર્વેલન્સ ટીમે તાત્કાલિક ચક્રો ગતિમાન કરી આરોપી અભિમાનચંદ્ર જૌખુરામ પટેલ (ઉં.વ. ૨૬, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ ઉચ્ચ અધિકારીઓએ પોલીસ ટીમના ટીમવર્કને બિરદાવ્યું હતું.
Tags:
surat