--------------------------------------------------

જસદણની એક યુવતીને Instagram પર મિત્રતા કરવી ભારે પડી

જસદણનાની એક યુવતીને Instagram પર મિત્રતા કરવી ભારે પડી
હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કઠલાલ ગામના પંકજ ડાભીએ Instagram પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને Instagram તેમજ WhatsApp મારફતે લગભગ સાત મહિના સુધી વાતચીત ચાલી હતી.

જો કે, સમય જતાં બંને વચ્ચે મનમેળ ન રહેતા યુવતીએ પંકજ સાથેનો સંપર્ક તોડી તેને બ્લોક કરી દીધો હતો. યુવતીએ વાતચીત બંધ કરતાં પંકજ ડાભીએ બે અલગ Instagram ID બનાવી યુવતીના ફોટાનો દુરુપયોગ કરી અભદ્ર પોસ્ટ અને સ્ટોરી મૂકી તેને બદનામ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

આટલું જ નહીં, આરોપી વિવિધ મોબાઇલ નંબર પરથી ફોન કરી યુવતીને ધમકીઓ આપતો હતો અને તેની સાથે જબરદસ્તી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતી સંબંધ ન રાખે તો સતત હેરાન-પરેશાન કરવા તેમજ સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી પણ આપતો હતો.

આખરે કંટાળેલી યુવતીએ પંકજ ડાભી વિરુદ્ધ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવતી આ ઘટના હાલ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

Post a Comment

Previous Post Next Post

ads

ads