વિંછિયાની બે વિદ્યાર્થિનીનો NMMS પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ
વિંછીયાની કન્યા-2 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીએ એન.એમ. એમ.એસ.ની પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં પરી રાજુભાઈ તાવિયાએ રાજકોટ જિલ્લામાં પ્રથમ સ્થાન અને આશા અશોકભાઈ ઓળકિયાએ 41નું સ્થાન મેળવ્યું છે. શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. આ વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠમાં બોર્ડ દ્વારા લેવાયેલી એનએમએમએસની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જે બદલ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. રિપોર્ટ- કિશન પ્રજાપતિ, જસદણ